જાણો આ અટલ પેંશન યોજના સુ છે ?

અને તમે આ યોજનાનો ફાયદો કેવીરીતે ઉઠાવી શકો છો ?

Arrow

વૃધ્ધાવસ્થા દરમ્યાન આવકની સલામતી.

સ્વૈચ્છિક રીતે નિવૃતસમય માટેનું રોકાણ આ યોજનાનો હેતું છે.

અસંગઠીત સેકટરના કામદારો માટે કેન્દ્રિત  રહેશે.

અમલીકરણ ૦૧-૦૬-૨૦૧૫ થી થશે.

અટલ પેન્શન યોજનાના લાભ

+

+

+

+

+ અમલીકરણ ૦૧-૦૬-૨૦૧૫ થી થશે.

– લાયકાતઃ ઓછામાં ઓછી વય ૧૮ વષર્ અને મહત્તમ વય મયાર્દા ૪૦ વર્ષ રહેશે.

અટલ પેન્શન યોજનાનો લાભ લેનારની યોગ્યતા

અટલ પેન્શન યોજના (એપીવાય) ૧૮થી ૪૦ વર્ષ સુધીની વયના તમામ ભારતીય નાગરિકો માટે છે. આ યોજનાનો લાભ લેવા માટે દરેક વ્યક્તિને ઓછામાં ઓછા ૨૦ વર્ષ સુધી સરકારે નિર્ધારિત કરેલી રકમ ભરવી પડે છે. કોઈપણ બેન્ક ખાતેદાર જે કોઈપણ પ્રકારના આવી સામાજિક સુરક્ષા યોજનાનો સદસ્ય ન હોય તે આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

– રૂ.૧૦૦૦/- થી રૂ.૫૦૦૦/- સુધીના માસિક પેન્શન માટે લાભાર્થી એ રૂ.૪૨/- થી ૨૯૧/- સુધીનો ઉંમર આધારિત  ફાળો ભરવાનો રહેશે. – ફાળાનું સ્તર વ્યિક્તની ઉંમર સાથે સકળાયેલ રહેશે. નાની ઉંમરમાં જોડાનાર વ્યક્તિ ઓછો ફાળો તથા મોટી ઉંમર માટે વધારે રહેશે.

આ યોજનાનો લાભ લેવા માટે

ખાતેદારે ઓથોરાઈઝેશન ફોર્મ ભરી પોતાની બેંકમાં જમા કરાવવાનું હોય છે. જેમાં ખાતા નંબર, જીવનસાથી અને નોમિની (વારસદાર)નું વિવરણ લખવાનું હોય છે. આ યોજના અંતર્ગત ખાતેદારે એ સુનિશ્ર્ચિત કરવું પડશે કે દર મહિને તેના ખાતામાં નિર્ધારિત રકમ હશે જ. જો એમ ન થયું તો તેણે દંડ આપવા પણ તૈયાર રહેવું પડશે. આ દંડ સામાન્ય છે, જેમ કે ૧૦૦ રૂ‚પિયા પર ૧ રૂ‚પિયો, ૧૦૧થી ૫૦૦ અંશદાન પર ૨ રૂ‚પિયા, ૫૦૧થી ૧૦૦૦ રૂ‚પિયા પર પાંચ રૂ‚પિયા અને ૧૦૦૧થી વધુ પર ૧૦ રૂ‚પિયા.

જો ચુકવણી ન કરાઈ તો...

૬ મહિના સુધી ચુકવણી ન કરાઈ તો ખાતેદારનું ખાતું સીલ થઈ શકે છે. ૧૨ મહિના સુધી ચુકવણી જમા ન કરાઈ તો ખાતેદારનું ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. ૨૪ મહિના સુધી આ ચુકવણી ન કરનારના ખાતાને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે.

તેઓનું શું જેમનું કોઈ ખાતું જ નથી

-> કોઈપણ વ્યક્તિને સૌપ્રથમ બેન્કનું ખાતું ખોલાવવું પડે છે તેના માટે આધાર કાર્ડ અને કેવાયસીની જાણકારી આપવી પડે છે. તેની સાથે સાથે ‘એપીવાય’નું ફોર્મ પણ જમા કરાવવું પડે છે.

યોજનામાંથી બહાર નીકળવું હોય તો...

-> સામાન્ય પરિસ્થિતિમાં અટલ પેન્શન યોજનામાં ખાતેદાર અટલ પેન્શન યોજનાના ૬૦ વર્ષની ઉંમર સુધી બહાર નીકળી શકતો નથી. માત્ર કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં જ ખાતું બંધ કરી શકાય છે, જેમ કે તેના મૃત્યુ બાદ.

પેન્શનની જરૂરિયાત

–> ઉમર વધવાની સાથે આવક કમાવાની ક્ષમતામાં ઘટાડો –> નવા વિભક્ત પરિવાર બનતા - આવક ધરાવતા સભ્યોનું સ્થળાંતર –> નિર્વાહ ખર્ચમાં વધારો –> દીઘીયુષ્ય –> માસિક આવકની ખાતરી વૃદ્ધાવસ્થામાં પ્રતિષ્ઠિત જીવનની ખાતરી પૂરી પાડે છે.

APY ના સભ્ય કોણ બની શકે ?

ભારતના કોઇ પણ નાગરિક APY યોજનામાં જોડાઇ શકે છે. યોગ્યતા માટેના માપદંડ નીચે મુજબ છે. 1. ગ્રાહકની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 2. તેમનું બેંકમાં બચત ખાતું હોવું જોઈએ / ખોલાવવું જોઈએ. 3. સંભવિત અરજદાર પાસે મોબાઇલ નંબર હોવો જોઈએ અને જેની વિગત બેંકમાં રજીસ્ટ્રેશન સમયે આપવાની રહેશે. 4. જે ગ્રાહક આ યોજનામાં 1લી જૂન, 2015 થી 31મી ડિસેમ્બર, 2015 દરમ્યાન જોડાયેલ હોય અને કે જેઓ કાનૂની સામાજિક સુરક્ષા યોજના હેઠળ આવરી લેવાયેલ નથી અને ઇનકમ ટેક્સ ભરતા ના હોય, તેઓને સરકાર તરફથી પાંચ વર્ષ સુધી એટલે કે 2015-16 થી 2019-20 સુધી સહ ફાળો ઉપલબ્ધ છે.

Thansks For Watching !

Arrow